Kheda news: યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયજીના મંદિરમાં ભવ્ય પાટોત્સવની ઉજવણી

સોર્સ : GSTV
યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયજીના મંદિરમાં આજે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં ભક્ત બોડાણાની અતૂટ ભક્તિથી પ્રેરાઈને પ્રભુ સંવત 1212માં દ્વારિકાથી ડાકોર પધાર્યા હતા.
મનમોહક શણગાર ધરાવાયો
આજના રણછોડરાય મંદિરમાં મહાવદ પાંચમના દિવસે ઠાકોરજી વિધિવત બિરાજમાન થયા હોવાથી 300થી વધુ વર્ષ જૂના આ ઐતિહાસિક પર્વ નિમિત્તે મંદિરને લીલા તોરણોથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવારે મંગળા આરતી અને શોડષોપચાર વિધિ બાદ પ્રભુને સુવર્ણ આભૂષણો તેમજ શંખ, ચક્ર, ગદા અને પદ્મ સાથે મનમોહક શણગાર ધરાવાયો હતો

