Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Floods in Bhotekoshi River in Rasuwa District of Nepal, 105 Indians including foreigners missing

VIDEO: નેપાળના રસૂવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં પૂર, 105 ભારતીયો સહિત વિદેશીઓ લાપતા

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળમાં ચીનની સરહદને અડીને આવેલા રસૂવા જિલ્લામાંથી પસાર થતી ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવતા ભારે તારાજી સર્જાઈ છે. સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યાની આસપાસ પૂરના પાણી જિલ્લાના મુખ્ય બજાર વિસ્તારમાં ફરી વળ્યા હતા. આ હોનારત બાદ નેપાળ પ્રવાસન બોર્ડે માહિતી આપી છે કે રસૂવા વિસ્તારમાં અચાનક આવેલા પૂર પછી લાપતા થયેલા વિદેશી નાગરિકોમાં અંદાજે 105 ભારતીયો પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂરના કારણે થયેલી જાનમાલની ખુવારી પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાન મોદીએ નેપાળને તમામ શક્ય માનવતાવાદી અને રાહત સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.

App Store