VIDEO: નેપાળના કાઠમંડુમાં ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશનની શરૂ, ઝુંબેશને કારણે સ્થાનિકોમાં ભારે રોષ
સોર્સ : GSTV
નેપાળની રાજધાની કાઠમંડુમાં મેયર બાલેન્દ્ર શાહના નિર્દેશ હેઠળ ગેરકાયદે બાંધકામો અને અતિક્રમણ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી નદી કિનારે અને જાહેર જમીનો પર બનેલા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરો દ્વારા કાચા મકાનો અને ગેરકાયદે ઝૂંપડાઓ તોડી પાડવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને કેટલીક જગ્યાએ ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. મેયર બાલેન શાહના આ કડક વલણથી શહેરના આયોજન અને નદીઓના પુનઃઉદ્ધાર માટેના પ્રયાસો તેજ બન્યા છે, જોકે હજારો લોકો બેઘર થતા માનવીય સંકટના પ્રશ્નો પણ ઉભા થયા છે.

