VIDEO: શનિ અમાવસ્યાના પવિત્ર સંયોગે હરિદ્વારમાં શ્રદ્ધાનું ઘોડાપૂર; હર કી પૌડી પર હજારો ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી
સોર્સ : GSTV
તીર્થનગરી હરિદ્વારમાં આજે શનિ અમાવસ્યાના પવિત્ર અવસરે શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યુ છે. આ ખાસ સંયોગ નિમિત્તે વહેલી સવારથી જ હર કી પૌડી ઘાટ ખાતે દેશભરમાંથી આવેલા હજારો ભક્તોએ ગંગા નદીના પવિત્ર જળમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, શનિવારી અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓનું કલ્યાણ થાય છે. ભક્તોએ ગંગા મૈયાની વિશેષ પૂજા-અર્ચના કરી, સૂર્યનારાયણને અર્ધ્ય આપ્યું હતું અને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક મહોત્સવને પગલે વહીવટીતંત્ર દ્વારા પણ ઘાટ પર ચુસ્ત સુરક્ષા અને ભક્તોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર હરિદ્વાર અત્યારે 'હર હર ગંગે' અને 'જય શનિદેવ'ના નારાઓથી ગુંજી ઉઠ્યું છે.

