Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : First vande bharat sleeper train to run on this route PM Modi will inaugurate

નવા વર્ષે પશ્ચિમ બંગાળને મળી મોટી ભેટ, આ રૂટ પર દોડશે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
નવા વર્ષે પશ્ચિમ બંગાળને મળી મોટી ભેટ, આ રૂટ પર દોડશે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન
સોર્સ : GSTV

નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રની મોદી સરકારે પશ્ચિમ બંગાળને મોટી ભેટ આપી છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા, રેલવે મંત્રાલયે બંગાળ માટે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના રૂટની જાહેરાત કરી છે. આ ટ્રેન ગુવાહાટીથી કોલકાતા વચ્ચે દોડશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કરશે.

App Store

સ્વદેશી ટેક્નોલોજી આધારિત છે આ વંદે ભારત ટ્રેન 

સ્વદેશી ટેકનોલોજીથી બનેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો હાઈ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, રેલવેએ નવા વર્ષના પ્રથમ દિવસે જ તેના રૂટની જાહેરાત કરીને મુસાફરોને ખુશખબર આપી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતાં જણાવ્યું કે, "વર્ષ 2026 સુધારાઓનું વર્ષ છે. આવનારા દિવસોમાં આવી જ વધુ ટ્રેનોની ઝલક જોવા મળશે." પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા વંદે ભારત સ્લીપર ટ્રેનની આ ભેટને કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી અને મહત્ત્વપૂર્ણ જાહેરાત તરીકે જોવામાં આવી રહી છે.

વંદે ભારત સ્લીપરનું ભાડું

સત્તાવાર માહિતી મુજબ, ગુવાહાટીથી કોલકાતા માટે થર્ડ એસીનું ભાડું 2300 રૂપિયા, સેકન્ડ એસીનું ભાડું 3000 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું 3600 રૂપિયા હશે.

જાન્યુઆરીમાં જ થશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી મહિનામાં જ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 17 અથવા 18 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થઈ શકે છે. રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે આગામી 6 મહિનામાં 8 અને વર્ષના અંત સુધીમાં 12 વધુ વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરવામાં આવશે.