મુઝફ્ફરનગરમાં મરેલો માણસ 28 વર્ષે જીવતો થયો, SIRના લીધે પરિવાર સાથે થયું મિલન

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક વ્યક્તિ 28 વર્ષ પછી અચાનક જીવતો થયો છે. જેને પરિવારે મૃત માન્યો હતો. આ વ્યક્તિ અચાનક સામે આવી જતાં પરિવારના આનંદનો પાર નહોતો રહ્યો. આ ગુમ થયેલો માણસ અચાનક જીવતો હોવાની વાત હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. આ ચમત્કાર આકસ્મિક રીતે બન્યો નથી. આ ઘટનાને રાજ્યમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) સાથે ખાસ સંબંધ છે.
પત્નીના મૃત્યુ પછી બંગાળ ચાલ્યો ગયો
આ કેસ મુઝફ્ફરનગરના ખતૌલી શહેરના મોહલ્લા બાલક રામના રહેવાસીનો છે, જ્યાં ચાચા શરીફ તેના પરિવાર સાથે રહેતા હતા. 1997 માં તેમની પત્નીના મૃત્યુ પછીથી ફરીથી લગ્ન કરીને નવી પત્ની સાથે પશ્ચિમ બંગાળ ગયો. કારણ કે તે તેને તેની પ્રથમ પત્નીની યાદો સતાવતી હતી. પશ્ચિમ બંગાળ ગયા પછી થોડા સમય માટે તેના પરિવાર સાથે સંપર્કમાં રહ્યો. એ પછી તેનો સંપર્ક તૂટી ગયો. પરિવારે શોધ્યો પરંતુ નિરાશા હાથ લાગી.
બે દિવસ પહેલા અચાનક ઘરે પરત ફર્યો
મોહમ્મદ અકલામે બતાવ્યું કે, પરિવારે માની લીધું કે તેમના કાકા શરીફ મૃત્યુ પામ્યા છે. પરંતુ જ્યારે તેઓ બે દિવસ પહેલા અચાનક ઘરે આવ્યા ત્યારે થોડીવાર વિશ્વાસ જ ના આવ્યો. પરિવારે કહ્યું કે તે ક્યાં હતો. કારણ કે પરિવારે પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાએ શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. શરીફે જણાવ્યું કે, તેણે ઘર બદલી નાંખ્યું હતું. તેના બાળકો પણ છે. અને ત્યાં SIR માટે દસ્તાવેજોની જરૂર પડી એટલા માટે અહીં પાછો ફર્યો છે.
સરનામાં માટે દસ્તાવેજો લેવા આવ્યો
મોહમ્મદ અકલામે જણાવ્યું કે, તેના કાકા શરીફ 28 વર્ષે ઘરે પર આવ્યાના સમાચાર સંબંધીઓને મળ્યા તો તેમને મળવા આવ્યા. ઘણાં સગા સંબંધીઓએ વીડિયો કોલ પર વાત કરી. તે હવે તેમના જરૂરી દસ્તાવેજો સાથે પાછા ફર્યા છે. ટૂંક સમયમાં તેમની પત્ની અને બાળકો સાથે પાછો ફરશે. તેણે તેના નવા ઘરનું સરનામું પણ આપ્યું છે, જ્યાં તેણે તેના પરિવારના સભ્યોને આમંત્રણ આપ્યું છે. દરેક વ્યક્તિ તેના કાકાને જીવતા જોઈને ખૂબ ખુશ છે.

