Video: દિલ્હીના ફ્લાઈઓવરમાં કારમાં આગ

દિલ્હીના શંકર વિહાર ફ્લાઈઓવર પર એક ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ભયાનક ઘટના સામે આવી છે. કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ગાડી રોકી દીધી અને તાત્કાલિક બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે થોડા સમય માટે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
જાહેરાત







