Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fire from gas leakage in school kitchen

VIDEO: સ્કૂલના રસોડામાં ગેસ લીકેજથી આગ

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેસના અમરોહાના હસનપુર વિસ્તારમાં કસ્તુરબા ગાંધી ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલના રસોડામાં ગેસ લીકેજના કારણે સિલિન્ડરમાં આગ લાગી હતી. 6 ઓક્ટોબરે ભોજન બનાવતી વખતે ગેસ લીક થતાં સિલિન્ડરમાં આગ ભભૂકી હતી, જોકે સ્કૂલમાં હાજર કર્મચારીઓએ તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં લઈ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનાની જાણ થતાં 100થી વધુ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે સ્કૂલની બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. હાલ સ્કૂલ પરિસરમાં સ્થિતિ સામાન્ય છે અને સુરક્ષાના દૃષ્ટિકોણથી જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

App Store