Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A piece of glass came out of the food of Anand Niketan School, the parents are very uproar!

VIDEO: આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાંથી નીકળ્યો કાચનો ટુકડો, વાલીઓનો ભારે હોબાળો!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો નીકળતાં તેમજ શાળા તંત્રના ઉદ્ધતાઈભર્યા વર્તનને કારણે વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. હોસ્પિટલના રિપોર્ટ માટે વાલીઓએ કાચનો ટુકડો માંગતા શાળા પ્રશાસને ઇનકાર કર્યો હતો અને રજૂઆત કરવા પહોંચેલા વાલીઓ સામે આચાર્ય ગાયબ થઈ જતાં આખરે પોલીસે સ્થળ પર પહોંચવું પડ્યું હતું. વાલીઓએ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ને સાથે રાખીને શાળા સામે વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં શાળામાં છેલ્લા એક મહિનાથી પ્રાથના બંધ હોવાના તથા રાષ્ટ્રગાન ન ગવડાવાતા હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. શાળા પ્રશાસન અને મેનેજમેન્ટમાંથી કોઈ જવાબદાર વ્યક્તિ સમક્ષ ન આવતાં વાલીઓ અને કાર્યકરોમાં કડક કાર્યવાહીની માંગ સાથે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News