VIDEO: આનંદની કેતન સ્કૂલના સંચાલકોનો વાલીઓની આડમાં પોતાનો બચાવ?
સોર્સ : gstv
અમદાવાદની આનંદની કેતન સ્કૂલના સંચાલકો દ્વારા પોતાની ભૂલોનો ઢાંકપિછોડો કરવા વાલીઓને આગળ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરી સ્કૂલ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો છે. વાયરલ પોસ્ટરમાં વાલીઓને માધ્યમોની જરૂર ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સ્કૂલ સંચાલકોની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે અને વાલીઓની આડમાં પોતાનો બચાવ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

