VIDEO: પેલેટ ગન મામલે રાહુલ ગાંધીના ધરણા બાદ નોંધાઈ FIR
સોર્સ : gstv
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જંતર-મંતર ખાતેના વિરોધ દરમિયાન પેલેટ ગનના ઉપયોગ મામલે FIR નોંધવાની માંગ કરી હતી. રાહુલ ગાંધી FIR નોંધાય નહીં ત્યાં સુધી ધરણા પર બેસી રહ્યા હતા અને આશરે 8 કલાક બાદ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો હતો. પોલીસે BNSની કલમ 118 અને 125 હેઠળ FIR નોંધી હોવાનું સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ FIR નોંધાવવાને ન્યાયની દિશામાં પ્રથમ પગલું ગણાવ્યું અને યુવક સાથે ગંભીર અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો. તેમણે સમગ્ર મામલે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

