VIDEO: સુપ્રીમ કોર્ટે મેલેલિક પેલેટના કથિત ઉપયોગ પર સુનાવણી કરી, કેન્દ્રને એસઓપી બનાવવા જણાવ્યું
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન મેટેલિકના પેલેટના કથિત ઉપયોગના કેસની સુનાવણી કરી છે. ગુપ્તચર બ્યુરોના ભૂતપૂર્વ વિશેષ નિર્દેશક યશોવર્ધન આઝાદની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કેન્દ્ર સરકારને પેલેટ ગનના ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવા આદેશ આપ્યો છે. કોર્ટે દિલ્હી પોલીસને બળના ગ્રેડેડ ઉપયોગની સંપૂર્ણ પ્રક્રિયા રેકોર્ડ પર રાખવાનો નિર્દેશ આપ્યો છે. વરિષ્ઠ વકીલ વૃંદા ગ્રોવરે દલીલ કરી કે ધાતુના ગોળા વાપરવામાં આવ્યા હતા, જ્યારે SOPમાં રબર અને પ્લાસ્ટિક ગોળીઓનો જ ઉલ્લેખ છે.અરજીમાં ભીડ વિખેરવા માટે પેલેટ ગન પર પ્રતિબંધ અને ઘાયલોને વળતરની માંગ કરવામાં આવી છે.

