Video: 187 દિવસ બાદ અંતિમ વિદાય

સોર્સ: gstv

મણિપુરના ઇમ્ફાલમાં 187 દિવસ બાદ છ લિયાંગમાઈ નાગા પુરુષોના પાર્થિવ દેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા. જેએનઆઈએમએસની મોર્ચ્યુરીમાંથી પાર્થિવ દેહ મેળવ્યા બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારબાદ નાગા શહીદ પાર્ક ખાતે તમામ છ મૃતકોની અંતિમવિધિ યોજવામાં આવી હતી. લાંબા સમય બાદ પાર્થિવ દેહ મળતાં પરિવારજનોએ ભારે લાગણી સાથે અંતિમ વિદાય આપી હતી. આ પ્રસંગે સ્થાનિક લોકો અને સમુદાયના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. 187 દિવસ બાદ યોજાયેલી અંતિમવિધિએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત