Video: તિરુચિરાપલ્લીમાં ભારે વરસાદથી ખેતરો જળમગ્ન

તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં ચોમાસાના ભારે વરસાદને કારણે શ્રીરંગમ વિધાનસભા મતવિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. મુશળધાર વરસાદના લીધે ૨,૦૦૦ એકરથી વધુ કૃષિ જમીન અને તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પાક ધોવાઈ જવાની અને સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં જ મહેસૂલ અને કૃષિ વિભાગની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી છે, જ્યારે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે.





