VIDEO: મથુરામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર; 2 વોન્ટેડ બદમાશો ઠાર, 2 પોલીસ જવાન ઘાયલ
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના મથુરામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે વોન્ટેડ બદમાશો માર્યા ગયા છે. આ અથડામણમાં પોલીસ વિભાગના બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મથુરા પોલીસે બાતમીના આધારે ગુનેગારોની ઘેરાબંધી કરી હતી. આત્મસમર્પણ કરવાને બદલે બદમાશોએ પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. વળતી કાર્યવાહીમાં પોલીસે બંને ખૂંખાર ગુનેગારોને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી હથિયારો અને શંકાસ્પદ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં પૂરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

