VIDEO/ CM ભજનલાલ શર્માએ ગામમાં મોર્નિંગ વોક કરી લોકોની સમસ્યાઓ સાંભળી
સોર્સ : GSTV
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ગ્રામ વિકાસ ચોપાલ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ સવારે ગામમાં વોક કરી ગ્રામજનો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ જાણી. કાર્યક્રમ દરમિયાન ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ અને મજૂરોના વિકાસ માટે રાજ્ય સરકારની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. ગ્રામ વિકાસ યાત્રા અંતર્ગત ગામોમાં પ્રોસેસિંગ યુનિટ અને ડેરી કલેકશન સેન્ટર સ્થાપવાના પ્રયાસો પર ભાર મૂકાયો. ગ્રામજનોએ પેન્શન અને અન્ય સ્થાનિક પ્રશ્નો રજૂ કર્યા, જેના ઉકેલ માટે મુખ્યમંત્રીએ ખાતરી આપી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ગ્રામજનોનો આભાર માન્યો.

