VIDEO: એસી બ્લાસ્ટ થતા રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, મોટી જાનહાનિ ટળી
સોર્સ : GSTV
ગ્રેટર નોઈડાના એક રહેણાંક મકાનમાં એસી બ્લાસ્ટ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઉનાળાની ગરમીમાં એસી ઓવરહીટ થવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના પરિણામે આગ ઝડપથી આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેણે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરના રાચરચીલાને મોટું નુકસાન થયું છે. ફાયર વિભાગે લોકોને ઈલેક્ટ્રિક ઉપકરણોનું નિયમિત સર્વિસિંગ કરાવવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

