Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ New cabinet to be sworn in in Bihar today at 12:15 pm, PM Modi as chief guest

VIDEO/ બિહારમાં આજે બપોરે ૧૨:૧૫ કલાકે નવી કેબિનેટના શપથ, PM મોદી મુખ્ય મહેમાન

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં બપોરે સવા બાર કલાકે બિહાર કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય આયોજન માટે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાના ચુસ્ત બંદોબસ્ત સાથે જર્મન ટેકનોલોજીથી વોટરપ્રૂફ પંડાલ અને વિશાળ મુખ્ય મંચ તૈયાર કરવામાં આવ્યો છે.

App Store

અંદાજે ૨૫ હજારથી વધુ ખુરશીઓ અને દોઢ લાખ લોકોની ક્ષમતા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અગ્રણીઓ માટે સોફા અને સામાન્ય જનતા માટે એલઈડી સ્ક્રીન તેમજ સાઉન્ડ સિસ્ટમ લગાવાયા છે. કાર્યક્રમનું સોશિયલ મીડિયા પર સીધું પ્રસારણ થશે, જેના માટે ૧૦૦ એમબીપીએસની લીઝ લાઈન અને અવિરત વીજ પુરવઠાની સુવિધા કરાઈ છે. સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ ડોગ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટર દ્વારા સઘન તપાસ કરવામાં આવી છે.