VIDEO: મોંઘવારી ભથ્થા મુદ્દે પંજાબ સરકારને કર્મચારીઓની ચીમકી: નોટિસ નહીં પાછી ખેંચાય તો ૮ સપ્ટેમ્બરે સામૂહિક રજા પર ઉતરશે
સોર્સ : gstv
સંયુક્ત કર્મચારી મંચ દ્વારા પંજાબ વહીવટીતંત્રને આંદોલનકારી કર્મચારીઓ સામે જારી કરાયેલી નોટિસ પાછી ખેંચવા માટે આગામી ૭ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.... જો સરકાર દ્વારા આ નોટિસ પરત નહીં લેવાય, તો રાજ્યભરના કર્મચારીઓ આગામી ૮ સપ્ટેમ્બરે સામૂહિક રજા પર જશે. અગાઉ પંજાબ સરકારે વિરોધ પ્રદર્શન દરમિયાન પરવાનગી વગર ગેરહાજર રહેલા કર્મચારીઓની વિગતો માંગતી નોટિસ ફટકારી હતી. લાંબા સમયથી પેન્ડિંગ મોંઘવારી ભથ્થાની માંગણીને લઈને કર્મચારીઓએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે, જેના ભાગરૂપે આગામી ૬ સપ્ટેમ્બરે જિલ્લા સ્તરે બેઠકો યોજાશે....

