Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Congress Jan Akrosh Rally on Inflation in Anand, Detention of Leaders including Bharatsinh Solanki

VIDEO: આણંદમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસની જનઆક્રોશ રેલી, ભરતસિંહ સોલંકી સહિત અગ્રણીઓની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોંઘવારીના મુદ્દે આણંદમાં કોંગ્રેસનો જનઆક્રોશ જોવા મળ્યો હતો. ખાંડના વધતા ભાવ, પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં વધારો તેમજ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની સતત વધતી મોંઘવારીના વિરોધમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ની આગેવાની માં મોંઘવારી વિરોધી જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ગામડી વડી, નવા બસ સ્ટેશન સામેના વિસ્તારથી શરૂ થયેલી રેલીમાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી વિવિધ માર્ગો પરથી પસાર થઈ ગાંધીજીના સ્ટેચ્યુ નજીક પહોંચી હતી, જ્યાં મોંઘવારીના મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવી જનતાને રાહત આપવા માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા મોંઘવારી સહિત જનતાને અસર કરતા પ્રશ્નો અંગે સરકારને જવાબ આપવા માંગ કરવામાં આવી હતી. પોલીસે ભરત સિંહ સહીત દસ કરતા વધુ અગ્રણીઓ અને કાર્યકરો ની અટકાયત કરી હતી

App Store