VIDEO: આણંદમાં નયા વતન સોસાયટીના 100થી વધુ મકાનોમાં પાણી ઘૂસ્યા
સોર્સ : gstv
આણંદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે એક જ દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભાલેજ ઓવરબ્રિજ નીચે આવેલી નયા વતન સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થતાં અંદાજે 100 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકો પાણી ઉલેચવા અને ઘરવખરીનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડવા મજબૂર બન્યા છે. સોસાયટીમાં પાણી ભરાવાના કારણે અનેક વાહનો અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા છે અને કેટલાક વાહનો બંધ પડી ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યાનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ભારે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત બનતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

