VIDEO: મોંઘવારીએ માજા મૂકી, ચા અને મીઠાઈના ભાવથી સામાન્ય નાગરિક પર ભાર વધ્યો
સોર્સ : gstv
બજારમાં વધતી મોંઘવારીએ સામાન્ય નાગરિકથી લઈને નાના વેપારીઓની મુશ્કેલી વધારી છે. ખાંડ, દૂધ, ચા, ઘી, તેલ અને ગેસ સહિતના ભાવમાં વધારો થતાં રોજિંદા ખર્ચનું બજેટ ખોરવાયું છે.ખેડામાં પણ ચાની કીટલી ચલાવતા વેપારીઓ પણ પરેશાન છે. અગાઉ 10 રૂપિયામાં મળતી ચાની પ્યાલી હવે 15 રૂપિયામાં વેચાઈ રહી છે, જેના કારણે ગ્રાહકો અને કીટલીધારકો વચ્ચે રકઝકના દ્રશ્યો જોવા મળે છે. બીજી તરફ, ખાંડ, ઘી, તેલ અને બેસનના ભાવ વધતા મીઠાઈના ભાવમાં પ્રતિ કિલો 40થી 50 રૂપિયાનો વધારો થયો છે. નાના બોક્સ પર પણ 10 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે. વધતી મોંઘવારીથી ગૃહિણીઓનું ઘરેલું બજેટ પણ ખોરવાઈ ગયું છે અને સામાન્ય પરિવારની મુશ્કેલી વધી છે.

