VIDEO: દેશમાં ઈમરજન્સી થોપી દેવામાં આવી છે: સીજેપી
દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી ના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. દિલ્હીમાં મેટ્રો, રેલવે સ્ટેશન, સીપીની ઓફિસો અને રેસ્ટોરન્ટ્સ બંધ કરી દેવાયા છે. CJPના પ્રવક્તા સૌરવ દાસે આરોપ લગાવ્યો હતો કે જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરી રહેલા પાર્ટી સમર્થકોની ભાજપ શાસિત રાજ્યોમાં અટકાયત કરવામાં આવી રહી છે. તેમણે દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી હોવાનો દાવો કરતા કહ્યું કે દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે અને દિલ્હી મેટ્રોના 57 સ્ટેશનો પર પ્રવેશ અને નિકાસ બંધ કરી દેવાયા છે. સરકાર પર આકરા પ્રહારો કરતા સૌરવ દાસે ઉમેર્યું હતું કે, સરકારે આખી દિલ્હી બંધની જાહેરાત કરી દીધી છે. આ વખતે વાતાવરણ અમે નથી બનાવ્યું પણ સરકારે પોતે બનાવ્યું છે. સરકાર ડરેલી છે અને તેને લાગે છે કે જો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર જશે તો બધું જ જતું રહેશે.

