Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Rahul Gandhi wants to spread chaos in the country!" BJP MP Ravi Shankar Prasad

VIDEO: "રાહુલ ગાંધી દેશમાં અરાજકતા ફેલાવવા માંગે છે!" INDIA ગઠબંધનના વિરોધ પર ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદનો સણસણતો પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણી પંચ અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મામલે દિલ્હીમાં INDIA ગઠબંધનના સાંસદો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન સામે ભારતીય જનતા પાર્ટી (BJP) એ જોરદાર વળતો પ્રહાર કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ સાંસદ રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી પર દેશમાં અરાજકતા ફેલાવવાનો અને બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

App Store

'દિલ્હીના સંવેદનશીલ વિસ્તારમાં બેસી અરાજકતા ભડકાવી રહ્યા છે રાહુલ ગાંધી' રવિશંકર પ્રસાદે વિપક્ષના આંદોલનની આકરી નિંદા કરતા જણાવ્યું કે, "આ લોકો દેશમાં માત્ર ને માત્ર અરાજકતા ફેલાવવા માંગે છે. રાહુલ ગાંધી દિલ્હીના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં બેસીને અરાજકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ સમગ્ર વિવાદ પાછળનો મુખ્ય હેતુ બિલકુલ સ્પષ્ટ છે: રાહુલ ગાંધી, તેમના પક્ષના પ્રમુખ અને અન્ય નેતાઓ ફરીથી બેલેટ પેપર તરફ પાછા ફરવાની માંગ કરી રહ્યા છે."

તેમણે ઉમેર્યું, "આનો સીધો મતલબ એ થાય છે કે જ્યારે તેઓ પ્રામાણિક ટેકનોલોજી (EVM) દ્વારા ચૂંટણી જીતી શકતા નથી, ત્યારે તેઓ ભૂતકાળની જેમ ફરીથી બૂથ કેપ્ચરિંગ દ્વારા સત્તા મેળવવા માંગે છે. ગામડાઓમાં ગરીબો અને દલિતોને મતદાન કરતા રોકીને તેમજ મતપેટીઓમાં શાહી ફેંકીને જીત હાંસલ કરવાની તેમની વર્ષો જૂની રણનીતિ રહી છે. અમે આ માનસિકતાની સખત નિંદા કરીએ છીએ."

સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કેરળનો આપ્યો હવાલો રવિશંકર પ્રસાદે જણાવ્યું કે કોંગ્રેસ અને અન્ય પક્ષો આ મુદ્દે સુપ્રીમ કોર્ટ પણ ગયા હતા. સર્વોચ્ચ અદાલતે 26 મેના રોજ આપેલા પોતાના વિગતવાર ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે SIR ની પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર અને બંધારણીય છે. વધુમાં તેમણે કેરળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેરળમાં કોંગ્રેસના જ ગૃહમંત્રીએ કબૂલ્યું હતું કે SIR પ્રક્રિયાના કારણે જ તેઓ CPM ને હરાવી શક્યા હતા. તેમણે સવાલ કર્યો કે, "શું મતદાર યાદીમાંથી મૃતકોના નામ પણ ન હટાવવા જોઈએ? શું મૃત લોકોને મત આપવા દેવા જોઈએ?"

ચૂંટણી હાર્યા પછી જનાદેશનું અપમાન કરવાનો આરોપ ભાજપ નેતાએ પરાજયનો ઘેરાવો કરતા કહ્યું કે, "તમે બંગાળમાં હાર્યા અને માંડ 2 બેઠકો જીતી શક્યા, બિહારમાં માત્ર 2 બેઠકો મળી, હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં જનતાએ તમને નકારી દીધા. તો આખરે તમે શું ઇચ્છો છો? તમે જનતાના ચુકાદાનું ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છો. જ્યાં લોકોએ બહુમતીથી સરકાર ચૂંટી છે, તે ચૂંટણીઓ રદ કરવાની માંગણી કરી રહ્યા છો."

'કોઈપણ બંધારણીય સંસ્થાનું સન્માન નથી કરતા' રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહારો કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, "રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ કે ભારતીય સેના – દેશની કોઈપણ બંધારણીય કે સ્વાયત્ત સંસ્થાનું સન્માન કરતા નથી. અગાઉ તેમણે આર્મી ચીફ વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આજે તેઓ વડાપ્રધાન, ગૃહમંત્રી અને મોહન ભાગવતજી સામે તદ્દન બેશરમ આરોપો લગાવી રહ્યા છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. રાહુલ ગાંધી અરાજકતાના એજન્ટ અને બેજવાબદાર નેતા છે. આ પ્રકારના વર્તન સાથે દેશની જનતા તમને ક્યારેય સત્તા સોંપશે નહીં."