Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ED takes major action against Jagan Reddy assets worth Rs 800 crore seized

જગન રેડ્ડી વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી, 14 વર્ષ જૂના કેસમાં 800 કરોડની સંપત્તિ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2025
લાઇવ ટીવીGoogle News
જગન રેડ્ડી વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી, 14 વર્ષ જૂના કેસમાં 800 કરોડની સંપત્તિ જપ્ત

Jagan mohan reddy: EDએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇએસ જગનમોહન રેડ્ડી અને તેમના સહયોગીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતા 800 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી 14 વર્ષ જૂના મની લૉન્ડ્રિંગ કેસ સાથે જોડાયેલી છે જેમાં જમીન અને કંપનીઓના શેર સામેલ છે.

App Store

ED અનુસાર,આ ઘટના 2009માં ભ્રષ્ટાચાર અને મની લૉન્ડ્રિંગ કેસ સાથે જોડાયેલી છે જેમાં આરોપ છે કે જગન મોહન રેડ્ડીએ પોતાના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી વાઇએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો દૂરઉપયોગ કરતા અંગત કંપનીઓને સરકારી લાભ અપાવડાવ્યો હતો અને બદલામાં ભારે રોકાણ મેળવ્યું હતું.

EDએ એટેચ કરેલી સંપત્તિમાં હાઇડલ પાવર પ્રોજેક્ટસ સાથે જોડાયેલી જમીન, જગન રેડ્ડી સાથે જોડાયેલા લોકોની કંપનીઓના શેર હોલ્ડિંગ અને કેટલીક શેલ કંપનીઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ પણ સામેલ છે. તપાસ એજન્સીનો દાવો છે કે આ રોકાણોનો ઉપયોગ જગન રેડ્ડીની કંપની સાક્ષી મીડિયા ગ્રુપ, ભારતી સીમેન્ટ્સ અને અન્ય પ્રોજેક્ટમાં થયો હતો.

મુખ્યમંત્રી ઓફિસ અથવા જગન રેડ્ડી તરફથી અત્યાર સુધી આ ઘટના પર કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, વાઇએસઆર કોંગ્રેસ પાર્ટી પહેલા જ આ કેસમાં રાજકીય ષડયંત્ર ગણાવતી રહી છે.

CBIએ 2011માં જગન રેડ્ડી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને પોતાના પિતાના મુખ્યમંત્રી રહેતા 43000 કરોડની સંપત્તિ બનાવી હતી જેમાંથી મોટી રકમ ગેરકાયદેસર હતી. આ કેસમાં EDની તપાસ પણ તે વર્ષે જ શરૂ થઇ હતી.