VIDEO: કર્ણાટકમાં ₹2,110 કરોડના રોકાણ કૌભાંડમાં ઈડીના દરોડા
સોર્સ : gstv
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કર્ણાટકના બેલાગવી, ચિક્કોડી અને નિપ્પાનીમાં કથિત રોકાણ કૌભાંડ સંદર્ભે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. શિવમ એસોસિએટ્સ અને શિવાનંદ સિદ્ધપ્પા નીલન્નવર સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરાઈ છે….આરોપીઓ દ્વારા રોકાણ પર દર મહિને ૩ ટકા જેટલું ઊંચું અને નિશ્ચિત વળતર આપવાનું આશ્વાસન આપી જનતા પાસેથી મોટા પાયે નાણાં ખંખેરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અંદાજે 2 હજાર 110 કરોડ વસૂલવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે, જેમાંથી માત્ર 333 કરોડ જ રોકાણકારોને પરત કરવામાં આવ્યા છે. પોલીસ અને ED દ્વારા આ માને વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

