VIDEO: કર્ણાટકમાં કાવેરી પાણી સામે વિરોધ
સોર્સ : gstv
કર્ણાટકના રામનગર ખાતે કાવેરી વોટર રેગ્યુલેશન કમિટીના પાણી છોડવાના નિર્દેશ સામે કર્ણાટક રક્ષણ વેદિકે દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સંગઠનના કાર્યકર્તાઓએ સરકારના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી છે.

