VIDEO: ઈડી દ્વારા ગેમ્સક્રાફ્ટની ૪૪૨ કરોડથી વધુની સંપત્તિ જપ્ત: મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી
સોર્સ : gstv
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઓનલાઈન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ અને તેની એપ રમીકલ્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને 442 કરોડની નવી સંપત્તિ જપ્ત કરી છે. આ નવા આદેશ સાથે કેસમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી કુલ સંપત્તિનું મૂલ્ય 2 હજાર 843 કરોડ સુધી પહોંચી ગયું છે...તપાસમાં ખુલાસો થયો છે કે આ કંપનીઓ દ્વારા મોબાઇલ એપ્લિકેશન મારફતે ઓનલાઇન રિયલ મની ગેમ ચલાવવામાં આવતી હતી, જેનો દેશભરમાં મોટો યુઝર બેઝ છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે આ પ્લેટફોર્મ વપરાશકર્તાઓની જાણ બહાર ઓટોમેટેડ પ્રોગ્રામ્સ અને અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરતા હતા.

