VIDEO: મુંબઈના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો એવા કિંગ સર્કલ અને ગાંધી માર્કેટમાં ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા
સોર્સ : gstv
મુંબઈમાં ચોમાસાના પ્રારંભિક મુસળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈના નીચાણવાળા વિસ્તારો એવા કિંગ સર્કલ અને ગાંધી માર્કેટમાં ભારે વરસાદના લીધે ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા હતા. સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના લીધે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને વ્યાપારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ વિસ્તારોના વિઝ્યુઅલ્સમાં વાહનો પાણી કાપીને ધીમે-ધીમે પસાર થતા અને લોકો મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પંપિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે.

