Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Dr. S. Jaishankar emphasizes global cooperation and strong alliances

VIDEO: ભારત મંડપમ ખાતે બ્રિક્સની બેઠક; ડૉ. એસ. જયશંકરે વૈશ્વિક સહયોગ અને મજબૂત જોડાણ પર આપ્યો ભાર

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર, રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવ, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચી, ઈન્ડોનેશિયાના વિદેશ પ્રધાન સુગિઓનો અને અન્ય દેશોના વિદેશ પ્રધાનો તેમજ નેતાઓએ એકસાથે આવીને ફેમિલી ફોટો પડાવ્યો હતો. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ડૉ. એસ. જયશંકરે બ્રિક્સ માળખા અંતર્ગત સહયોગને મજબૂત કરવા માટે તમામ પ્રતિનિધિમંડળોની હાજરી અને પ્રતિબદ્ધતા બદલ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે, તમામ સભ્ય દેશો દ્વિપક્ષીય અને બહુપક્ષીય જોડાણો દ્વારા નિયમિત સંપર્કમાં રહે છે. આ જટિલ અને અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિઓમાં, વિચારોના આદાન-પ્રદાન અને સમાન દ્રષ્ટિકોણ વિકસાવવા માટે આ બ્રિક્સ બેઠકનું આયોજન એક વિશેષ અને અત્યંત મહત્વપૂર્ણ અવસર છે.

App Store