VIDEO: રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ભાજપનો પ્રહાર; 22 વર્ષમાં 54 યાત્રાઓના ફંડિંગ અંગે ઉઠાવ્યા સવાલ
સોર્સ : GSTV
ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર છેલ્લાં 22 વર્ષમાં 54 વખત વિદેશ પ્રવાસ કરવાનો આરોપ લગાવીને આ યાત્રાઓના ફંડિંગ અંગે સવાલો ઉઠાવ્યા છે. નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના સાંસદ સંબિત પાત્રાએ જણાવ્યું કે, લગભગ 22 વર્ષથી સાંસદ રહેલા રાહુલ ગાંધીની જાહેર કરાયેલી વિગતો અનુસાર તેઓ અમેરિકા, ઇટાલી, યુનાઇટેડ કિંગડમ, જર્મની, વિયેતનામ, કંબોડિયા, સિંગાપોર, બહેરીન, માલદીવ, કતાર અને યુએઇ સહિતના દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. આ ઉપરાંત, 3 મે 2026ના રોજ સોશિયલ મીડિયા પર આવેલા ફૂટેજ મુજબ, તેઓ મસ્કત અને ઓમાનની અઘોષિત યાત્રાએ પણ ગયા હતા. ભાજપે આક્ષેપ કર્યો છે કે આટલી મોટી સંખ્યામાં વિદેશ પ્રવાસ કરવા પાછળ કોણ નાણાં ખર્ચી રહ્યું છે તેની સ્પષ્ટતા થવી જોઈએ.

