મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ડોનાલ્ડ ટ્રમ્પનો સીધો આદેશ અને ભારતમાં મોટો ધડાકો! યુએસ રાજદૂતે મુંબઈમાં કરી $500 બિલિયનની ઐતિહાસિક જાહેરાત!

સોર્સ: gstv

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ ખાતે આયોજિત 'ફ્રીડમ 250' રિસેપ્શન કાર્યક્રમમાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારત-યુએસ ભાગીદારીને લઈને અત્યંત મહત્વપૂર્ણ અને ઉત્સાહવર્ધક સંબોધન કર્યું છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ભારતમાં માત્ર ભવિષ્યની વાતો કરવાને બદલે નક્કર પરિણામો જમીન પર ઉતારવાનો સીધો આદેશ આપ્યો છે.

સર્જિયો ગોરે ખુલાસો કર્યો કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય વાતચીતમાં બંને દેશોએ પોતાના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે માહિતી આપી કે ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર અગાઉના તમામ રેકોર્ડ તોડીને $240 બિલિયનને વટાવી ચૂક્યો છે. હવે બંને દેશોનું સંયુક્ત લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં આ વેપારને સીધો $500 બિલિયન (અંદાજે ૪૦ લાખ કરોડ રૂપિયાથી વધુ)ના આંકડા સુધી લઈ જવાનું છે.

તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકા વચ્ચેનો સહયોગ હવે માત્ર પરંપરાગત વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ઊર્જા, અદ્યતન સંરક્ષણ પ્રણાલી અને સુપરઇન્ટેલિજન્સ (AI) જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં ઝડપથી વિસ્તરી રહ્યો છે.

પોતાના સંબોધનમાં ભારત-યુએસ સંબંધોના વ્યાપને રેખાંકિત કરતાં અમેરિકી રાજદૂતે જણાવ્યું કે, "આ ભાગીદારી દરિયાના ઊંડાણમાં સ્થિત મહત્વપૂર્ણ ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી શરૂ થઈને આપણી ફેક્ટરીઓ, લેબ્સ અને સંશોધન કેન્દ્રો સુધી વિસ્તરે છે, અને વાણિજ્યિક અવકાશ સંશોધન દ્વારા સીધી ઊંડા અંતરિક્ષ સુધી પહોંચે છે. આ ગઠબંધન પાયામાંથી મજબૂત થઈને સીધું સિતારાઓ તરફ આગળ વધી રહ્યું છે."

આ સમાચાર શેર કરો