મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક ૨૧થી ૨૩ ઓક્ટોબરે ભારતની મુલાકાતે આવશે

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક ૨૧ થી ૨૩ ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તેમની સાથે નાણાં અને અર્થતંત્ર મંત્રી સહિત એક મોટું વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ જોડાશે. ૨૨ ઓક્ટોબરે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો થશે, જેમાં 'વ્યૂહાત્મક ભાગીદારી'ને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરાશે. ઓગસ્ટ ૨૦૨૪માં પીએમ મોદીની પોલેન્ડ મુલાકાત બાદ આ સંબંધો વધુ ગાઢ બન્યા છે. ટસ્ક દિલ્હી ઉપરાંત બેંગલુરુની પણ મુલાકાત લેશે, જ્યાં દિલ્હી અને બેંગલુરુ એમ બંને સ્થળોએ 'ઈન્ડિયા-પોલેન્ડ બિઝનેસ ફોરમ'નું આયોજન થશે. આ મુલાકાતથી વેપાર, સંરક્ષણ, આઈટી, અવકાશ અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સહકાર વધવાની અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો