મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: PM મોદીએ પુતિનને પરમાણુ હુમલો કરતાં રોક્યા હતા, પોલેન્ડના મંત્રીનો સનસનાટીપૂર્ણ દાવો

વૈશ્વિક રાજદ્વારી મોરચે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધતા પ્રભાવને ઉજાગ

તસવીર: gstv

વૈશ્વિક રાજદ્વારી મોરચે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધતા પ્રભાવને ઉજાગર કરતો એક અત્યંત ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ ટેઓફિલ બાર્ટોશેવસ્કીએ દાવો કર્યો છે કે, વર્ષ 2022ના અંતમાં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને યુક્રેન પર વ્યૂહાત્મક પરમાણુ હુમલો કરતા રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી ભારત-પોલેન્ડ સંયુક્ત આર્થિક સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે આ વૈશ્વિક ખુલાસો કર્યો છે. પોલેન્ડના મંત્રી બાર્ટોશેવસ્કીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા નેતાઓમાંથી એક છે જેમની સલાહને રાષ્ટ્રપ્રમુખ પુતિન ખૂબ જ ગંભીરતાથી લે છે. રશિયા સાથે ભારતના દાયકાઓ જૂના વ્યૂહાત્મક અને મજબૂત સબંધો આનું મુખ્ય કારણ છે.

આ સમાચાર શેર કરો