Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Dimple Yadav's Humane and Aggressive View on Jantar-Mantar: Debates from Social Media to Political Corridors

VIDEO: જંતર-મંતર પર ડિમ્પલ યાદવનો માનવીય અને આક્રમક અંદાજ: સોશિયલ મીડિયાથી લઈ રાજકીય ગલિયારામાં ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સામાન્ય રીતે શાંત, સંયમિત અને ઓછું બોલવા માટે જાણીતા સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ ડિમ્પલ યાદવનો દિલ્હીના જંતર-મંતર ખાતે એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. વિરોધ માર્ચ દરમિયાન તેમના તેવર ઉત્તરોત્તર આક્રમક બનતા ગયા હતા. બેરિકેડિંગ સામે પોલીસ સાથે તીખી બહેસ, પ્રદર્શનકારીઓ વચ્ચે મક્કમ હાજરી, ઘાયલ વિદ્યાર્થીની મદદ અને ત્યારબાદ તેમની અટકાયત... સોમવારનો આ આખો ઘટનાક્રમ સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારા સુધી ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

App Store

ઘાયલ વિદ્યાર્થીની મદદે પહોંચ્યા: વિડીયો વાયરલ

આ ઘટનાક્રમ વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડિમ્પલ યાદવ એક ઘાયલ વિદ્યાર્થીની પાસે બેઠેલા જોવા મળે છે. વિડીયોમાં તેઓ વિદ્યાર્થીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે તેના શર્ટના બટન ખોલે છે અને આસપાસના લોકોને તાત્કાલિક મદદ માટે અપીલ કરતા નજરે પડે છે. આ વિડીયો વાયરલ થયા બાદ તેમના સમર્થકો તેને ડિમ્પલ યાદવનો અત્યંત સંવેદનશીલ અને માનવીય ચહેરો ગણાવી રહ્યા છે.

સંસદથી જંતર-મંતર સુધી ડિમ્પલના આક્રમક તેવર

NEET (નીટ) પરીક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં વિપક્ષી સાંસદો સંસદથી જંતર-મંતર તરફ માર્ચ કાઢી રહ્યા હતા. સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ પણ પોતાની પાર્ટીના અન્ય સાંસદો સાથે આ પ્રદર્શનમાં જોડાણા હતા. 
પ્રદર્શન દરમિયાન પોલીસે બેરિકેડિંગ લગાવીને વિરોધ કરાતા લોકોને આગળ વધતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ડિમ્પલ યાદવ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ભારે તીખી નોકઝોંક થઈ હતી.

રાજકીય વિશ્લેષણ
એક તરફ આ પ્રદર્શનમાં ડિમ્પલ યાદવનું આક્રમક વલણ જોવા મળ્યું, તો બીજી તરફ અખિલેશ યાદવ શંકરાચાર્ય સાથે સારો તાલમેલ સાધીને 'સનાતન'ને 'સમાજવાદ' સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હીના આ ઘટનાક્રમે સમાજવાદી પાર્ટીની ભવિષ્યની રાજકીય દિશા અને ડિમ્પલ યાદવની નેતૃત્વ ક્ષમતા પર એક નવી ચર્ચા છેડી દીધી છે.


જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા અહિંસક વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા કડક બળપ્રયોગ સામે સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય ડિમ્પલ યાદવે કેન્દ્ર સરકાર સામે આકરો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે આ ઘટનાને લોકશાહી અને ભારત દેશના ઇતિહાસ માટે એક "કાળો દિવસ" ગણાવ્યો છે.

ડિમ્પલ યાદવના મુખ્ય આરોપો અને આકરા પ્રહારો

ડિમ્પલ યાદવે આક્ષેપ કર્યો હતો કે, "વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવી છે. કેટલાક પોલીસ કર્મચારીઓના ચહેરા પર શરમ પણ દેખાતી હતી, છતાં ફરજના નામે તેઓએ પોતાના નામની પટ્ટીઓ હટાવી દીધી અને આગળ વધ્યા. કેટલાક પોલીસકર્મીઓએ ગુંડા જેવું વર્તન કર્યું. કેટલાક અધિકારીઓએ યુનિફોર્મ વગર આવીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો અને તેમને ઈલેક્ટ્રિક શૉક પણ આપ્યા. નિયમ મુજબ કમરની નીચે જ બળપ્રયોગ કરવાનો હોય છે, પરંતુ તેના બદલે વિદ્યાર્થીઓની છાતી પર પ્રહાર કરવામાં આવ્યા."

"શું આ છે તમારું નવું ભારત?"

સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતા તેમણે જણાવ્યું કે, "આજે ભારતમાતાના હૃદય પર સીધો ઘા કરવામાં આવ્યો છે. શું આ જ તમારું 'નવું ભારત' છે, જ્યાં દેશની દીકરીઓના કપડાં ફાડી નાખવામાં આવે છે? અમે અનેક એવી વિદ્યાર્થિનીઓને મળ્યા જેમના કપડાં ફાટી ગયા હતા. અહિંસક અને નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓ પર આ પ્રકારની નિર્દયતા અને અહંકાર દેશના ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી."

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

સમાજવાદી પાર્ટીના સાંસદે માંગ કરી છે કે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તુરંત હોદ્દા પરથી હટાવવામાં આવે અને સરકાર આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે. દૂર-દૂરથી આવેલા યુવાનો શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ વર્તમાન સરકાર દેશને બંધારણ મુજબ ચલાવવા માગતી નથી, તે માત્ર RSSની વિચારધારા મુજબ શાસન કરવા માગે છે.

ડિમ્પલ યાદવે જણાવ્યું હતું કે તેઓ અને તેમની પાર્ટી આ મુદ્દાને સંસદમાં પુરજોશમાં ઉઠાવશે અને ત્યારબાદ ફરીથી જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના સમર્થનમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News