VIDEO : રાષ્ટ્રપતિ ભવનમાં 5 ગુજરાતીને પદ્મ શ્રી એનાયત, ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પરિવાર ભાવુક
ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026ના પ્રતિષ્ઠિત 'પદ્મ પુરસ્કારો'ની જાહેરાત કરાઇ હતી, જે બાદ આજે 25 મેના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ સન્માન એનાયત કરવામાં આવ્યા. વર્ષ 2026માં કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારો મળ્યા, જેમાં 19 મહિલાઓ, 6 વિદેશીઓ/NRI/PIO/OCI અને 16 વ્યક્તિઓને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું. જેમાં 5 ગુજરાતીઓ પણ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ શ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે.
ઇમોશનલ થઈ ધર્મેન્દ્રની દીકરી અહાના
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 'હીમેન'નો આ પુરસ્કાર તેમની પત્ની હેમા માલિનીએ સ્વીકાર કર્યો. આ ક્ષણ તેમના માટે ખૂબ જ ઇમોશનલ રહી. હેમા પોતાની પુત્રી અહાના સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચી હતી. પુરસ્કાર લેતી વખતે તે ભાવુક દેખાઈ. તે પિતા માટે તાળીઓ વગાડતા વગાડતા રડવા લાગી. આ ક્ષણ ધર્મેન્દ્રના ફેન્સને ભાવુક કરી ગઈ છે. અહાનાના પતિ વૈભવ વોહરા પણ હાજર દેખાયા. તે પત્ની અહાનાને સંભાળતા નજરે પડ્યા.
5 ગુજરાતીઓને પદ્મ શ્રીનું સન્માન
1: અરવિંદ વૈદ્ય, આર્ટ
2: રતિલાલ બોરીસાગર, સાહિત્ય
3: ધાર્મિકલાલ પંડ્યા, સંગીત ક્ષેત્ર
4: હાજી રમકડું, આર્ટ
5: નીલેશ માંડલેવાલા, સામાજિક કાર્ય
કોને કોને મળ્યું પદ્મ વિભૂષણનું સન્માન?

કોને કોને મળ્યું પદ્મ ભૂષણનું સન્માન?


