Video: પૌંટા સાહિબ ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવજીના 557મા પ્રકાશોત્સવની ભવ્ય ઉજવણી ભક્તો ઉમટ્યા

સોર્સ: gstv

હિમાચલ પ્રદેશના પવિત્ર તીર્થસ્થળ પૌંટા સાહિબ ખાતે આવેલા ગુરુદ્વારા સાહિબમાં શીખ ધર્મના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીના 557મા પ્રકાશોત્સવની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પાવન અવસરે દર્શન અને સેવા કરવા માટે હિમાચલ પ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા . સમગ્ર ગુરુદ્વારા પરિસરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું , જ્યાં વહેલી સવારથી જ અખંડ પાઠ, શબદ કીર્તન અને લંગર પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું . ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત