Video: દિલ્હીની હવા ફરી બગડી! આનંદ વિહારમાં પ્રદૂષણની સ્થિતિ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. આનંદ વિહાર વિસ્તારથી સવારના ડ્રોન દૃશ્યો સામે આવ્યા છે, જેમાં પ્રદૂષિત હવાના કારણે શહેરની સ્થિતિ સ્પષ્ટ જોવા મળે છે. હવાની નબળી ગુણવત્તા વચ્ચે દિલ્હીના રહેવાસીઓ માટે સ્વચ્છ હવા મેળવવી પડકારરૂપ બની રહી છે. દિલ્હીમાં સતત પ્રદૂષણની સમસ્યા આરોગ્ય અને પર્યાવરણને લઈને અનેક સવાલો ઊભા કરી રહી છે. હવે પ્રદૂષણ નિયંત્રણ માટેના અસરકારક પગલાં પર સૌની નજર છે.
જાહેરાત











