Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi Pradesh Congress holds aggressive protest against rising inflation and fuel price hike

VIDEO : વધતી જતી મોંઘવારી અને ઇંધણના ભાવવધારાના વિરોધમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસે આક્રમક પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં વધતી જતી મોંઘવારી અને ઇંધણના ભાવવધારાના વિરોધમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસે આક્રમક પ્રદર્શન કર્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ આશરે ૩ રૂપિયાનો વધારો થયા બાદ, દિલ્હી કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવની આગેવાનીમાં કાર્યકરોએ શહેરના વિવિધ પેટ્રોલ પંપો અને ડેરી બૂથો પર વિરોધ નોંધાવ્યો હતો. કરોલ બાગ વિસ્તારમાં પણ કોંગ્રેસના કાર્યકરો ઝાંડેવાલન લિંક રોડ પર સ્થિત પેટ્રોલ પંપ પર એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધારીને સરકાર તેમના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. આ આંદોલન દિલ્હીના તમામ 258 બ્લોક કોંગ્રેસ સમિતિઓ દ્વારા સવારે 7 થી 10 દરમિયાન કરવામાં આવ્યું હતું.

App Store