Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Outrage over water in Dodiwada, Khedbrahma, protest by beating drums,

VIDEO:  ખેડબ્રહ્માના ડોડીવાડામાં પાણી માટે આક્રોશ, ઢોલ વગાડી કર્યો વિરોધ, લોકોએ પાઇપલાઇન તોડી નાખવાની આપી ચીમકી

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ડોડીવાડા ગામના આદિવાસી પરિવારો આજે પાણીના એક-એક ટીપાં માટે ટળવળતા જોવા મળી રહ્યા છે. સરકારની 'નલ સે જલ' યોજના કાગળ પર સફળ હોવાના દાવા થાય છે, પરંતુ વાસ્તવિકતામાં અહીં માત્ર ખાલી પાઇપો અને સ્ટ્રક્ચર જ ઊભા છે, નળ ક્યાંય જોવા મળતા નથી. કરોડોના ખર્ચે બનેલા વાસમોના ટાંકા પાણી વિના કોરાધાક પડ્યા છે, જેના લીધે તંત્ર અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે. ગામ લોકોએ પાણી માટે ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી ટાણે વોટ માંગવા આવતા ધારાસભ્ય તુષાર ચૌધરી કે સાંસદ રમીલાબેન બારા જેવા નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી. તરસથી પીડાતા લોકોએ હવે ઉગ્ર ચીમકી આપી છે કે જો વહેલી તકે પાણી નહીં મળે તો તેઓ મુખ્ય પાઇપલાઇન તોડી નાખશે.

App Store