VIDEO: હિંમતનગર / ખેડબ્રહ્માના તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી જોખમી સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ
સોર્સ : GSTV
સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડબ્રહ્માના એક તલાટી દ્વારા રેલવે ટ્રેક પર કાર દોડાવી જોખમી સ્ટંટ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધાણધા ફાટકથી મહેતાપુરા તરફ જતાં બ્રોડગેજ રેલવે ટ્રેક પર આ સરકારી કર્મચારીએ પોતાની કાર અંદાજે ૧૦૦ મીટર સુધી દોડાવી હતી, પરંતુ કાર પાટા વચ્ચે ફસાઈ જતાં રેલવે વ્યવહાર ખોરવાયો હતો અને લોકોના ટોળા ઉમટ્યા હતા. અંતે કારને ક્રેન વડે ટ્રેક પરથી બહાર કાઢવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી બદલ રેલવે પોલીસે કાર જપ્ત કરી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ આરોપીને જામીન પર મુક્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

