Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rickshaw drivers protest against the continuously increasing price of CNG gas

Ahmedabad news: CNG ગેસના સતત વધી રહેલા ભાવ સામે રિક્ષાચાલકોનો વિરોધ, ભાડામાં વધારો કરવા ઉગ્ર માગ

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: CNG ગેસના સતત વધી રહેલા ભાવ સામે રિક્ષાચાલકોનો વિરોધ, ભાડામાં વધારો કરવા ઉગ્ર માગ
સોર્સ : gstv

શહેરમાં મોંઘવારીનો વધુ એક ડામ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પર પડ્યો છે. જેને લઈને હવે રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા CNG ગેસના સતત વધી રહેલા ભાવ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. રિક્ષા ચાલકોની માંગ છે કે, કાં તો CNG ગેસના ભાવ ઘટાડવામાં આવે અથવા તો મોંઘવારીના પ્રમાણમાં રિક્ષાના ભાડામાં તાત્કાલિક વધારો મંજૂર કરવામાં આવે. 

App Store

એક મહિનામાં 4 રૂપિયાનો વધારો, રિક્ષા ચાલકોની કમર ભાંગી

યુનિયનના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા માત્ર એક જ મહિનામાં CNG ગેસના ભાવમાં અંદાજે 4 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, ત્યારે સીએનજીમાં થયેલા આ સતત વધારાએ રિક્ષા ચાલકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકો માટે હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.

છેલ્લે 2023માં વધ્યું હતું ભાડું

યુનિયન પ્રતિનિધિએ દાવો કર્યો કે, છેલ્લે વર્ષ 2023માં રિક્ષાના ભાડામાં સત્તાવાર વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગેસના ભાવ અને અન્ય ખર્ચાઓ ખૂબ વધી ગયા છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે, જો સરકાર ગેસના ભાવ નિયંત્રિત ન કરી શકતી હોય, તો મોંઘવારીના વર્તમાન દરને ધ્યાનમાં રાખીને રિક્ષાના મિનિમમ અને રનિંગ ભાડામાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ.

2.5 લાખ લોકોને થઈ શકે છે સીધી અસર

અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં દૈનિક ધોરણે આશરે 2.5 લાખ જેટલા લોકો મુસાફરી માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. જો રિક્ષા ચાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ લાખો મુસાફરોની હાલાકીમાં મોટો વધારો થઈ શકે છે. યુનિયને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો CNG ગેસના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે અથવા ભાડું નહીં વધારાય, તો આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં ઉગ્ર આંદોલન અને ચક્કાજામ સાથે હડતાળ પાડવામાં આવશે.