Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi Pollution: Delhi has become a 'gas chamber' due to pollution, the government has taken a tough decision, know

Delhi Pollution: પ્રદૂષણને લઈ દિલ્હી બન્યું 'ગૅસ ચેમ્બર'', સરકારે લીધો આવો આકરો નિર્ણય, જાણો

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Delhi Pollution: પ્રદૂષણને લઈ દિલ્હી બન્યું 'ગૅસ ચેમ્બર'', સરકારે લીધો આવો આકરો નિર્ણય, જાણો
સોર્સ : GSTV

Delhi Pollution: દેશની રાજધાની દિલ્હી ધીમે ધીમે 'ગૅસ ચેમ્બર' બની રહ્યું છે. પ્રદૂષણ એટલા હદે વધી ગયું છે કે રાજધાનીમાં AQI (એર ક્વોલિટી ઇંડેક્સ) 400ને પાર પહોંચી ગયો છે. જે બાદ દિલ્હી NCRમાં ગ્રેપ(GRAP) 4ના પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લેવામાં અવાયો છે. જે કારણે ઘણી વસ્તુઓ પ્રતિબંધના દાયરામાં આવી જશે. 

App Store

કયા કયા કાર્યો પર સંપૂર્ણ પ્રતિબંધ
ગ્રેપ 4 અનુસાર દિલ્હી NCRમાં નિર્માણ કાર્યો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે સાથે જ પત્થર તોડનાર (સ્ટોન ક્રશર)નું કામકાજ પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં BS 3ની પેટ્રોલ અને BS 4ની ડીઝલ કારો ચલાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ પાંચ ધોરણ સુધીની શાળાઑ હાઈબ્રિડ મોડમાં ચાલશે. એટલે કે ઓનલાઈન અને ઓફલાઇન જરૂર મુજબ બાળકોને ભણાવવામાં આવશે.

ગ્રેપ 4 ક્યારે લાગે છે?
પહેલું ચરણ: AQI 201 થી 300
બીજું ચરણ: AQI  301 થી 400
ત્રીજી ચરણ: AQI 401 થી 450
ચોથું ચરણ:  AQI 450 થી વધારે (ગ્રેપ 4 અમલમાં આવે છે )
'દિલ્હીમાં પ્રદૂષણ અટકાવવું જરૂરી'

11 ડિસેમ્બરના રોજ ઓડિશાના રહેવાસી સાંસદ મંગરાજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન ‘દિલ્હી પ્રદૂષણ’નો મુદ્દો ઉઠાવી દિલ્હી અને ઓડિશાની તુલના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કુદરતી આફતો સામે લડવા માટે ઓડિશા કુશળ કામગીરી કરતું રહ્યું છે, તેથી દિલ્હીના વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે ઓડિશાની જેમ કામ કરવાની જરૂર છે. ઓડિશા ચક્રવાત-પૂર-કુદરતી આપત્તિઓ સામે સતત લડતું રહ્યું છે, હું જાણું છું કે સંકટ કેવું દેખાય છે. પરંતુ જે વસ્તુ મને પરેશાન કરે છે તે છે... રાજધાની દિલ્હી...’

સત્ર યોજવા દિલ્હીના બદલે છ શહેરોનો વિકલ્પ
સાંસદ મંગરાજે ઝેરી હવાના સંપર્કમાં આવતા સંસદના સભ્યોસ સંસદીય અધિકારીઓ, ડ્રાઇવરો, સફાઈ કર્મચારીઓ અને ગૃહને ચાલુ રાખનારા સુરક્ષા કર્મચારીઓની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણાથી આ લોકોની સમસ્યાઓને નજરઅંદાજ ન કરાય, આપણાથી બધું જ સામાન્ય ચાલી રહ્યું હોવાનો દેખાડો ન કરાય. જે મહિનામાં દિલ્હીમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ હોય ત્યારે સંસદ સત્રો યોજવાથી જીવન જોખમમાં આવી જાય છે. જો આપણે આ જોખમ ટાળવું હોય તો દિલ્હીના બદલે સ્વચ્છ હવા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા ગાંધીનગર, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ અને દેહરાદૂન જેવા શહેરોનો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ.’