Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: There will be a break in the cold weather in Gujarat once again, know this reason given by the Meteorological Department

VIDEO: ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં લાગશે બ્રેક, જાણો હવામાન વિભાગે આપ્યું આ કારણ

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ફૂલગુલાબી ઠંડી પડી રહી છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 12થી 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે, જેના કારણે રાત્રિ અને વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને શીતલહેરની અસરને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. 

App Store

જો કે, શિયાળામાં સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડી વધે છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પીક પર પહોંચે છે, પરંતુ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય પરિબળોને કારણે ઠંડીના દિવસો ઓછા રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં બેવડી ઋતુ યથાવત રહે તેવી શક્યતા છે. રાજ્યમાં સૌથી નીચું કચ્છ જિલ્લાના નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેના લીધે નલિયા અને તેની આસપાસ લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે હાલ પવનની દિશા પૂર્વીય તરફ થતા ઠંડીનો અનુભવ છે.