VIDEO: જાતિય સતામણીના મામલામાં દિલ્હી જેએનયુના પ્રોફેસર સસ્પેન્ડ
દિલ્હીની JNUએ જાતીય સતામણીના ગંભીર આરોપોની તપાસ બાદ એક પ્રોફેસરને નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા શુક્રવારે આ અંગેનો અધિકૃત ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા પ્રોફેસર યુનિવર્સિટીની સામાજિક વિજ્ઞાન ફેકલ્ટી હેઠળના સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ સોશિયલ સિસ્ટમ્સમાં કાર્યરત હતા. યુનિવર્સિટીની આંતરિક સમિતિ દ્વારા પ્રોફેસર સામે લાગેલા જાતીય સતામણીના આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સામે આવેલા તથ્યો અને પુરાવાઓના આધારે સમિતિએ તેમની સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. આ સમિતિની ભલામણ બાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધૂલીપુડી પંડિતે આદેશ જાહેર કરીને પ્રોફેસરને તાત્કાલિક અસરથી સેવાઓમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો. આદેશ અનુસાર, કેસના તમામ તથ્યો પર વિચારણા કરીને અને નિયત પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

