Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Serious allegations of sexual harassment against a professor in JNU, find out what is the whole matter

JNUમાં એક પ્રોફેસર પર જાતીય સતામણીના ગંભીર આરોપો, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
JNUમાં એક પ્રોફેસર પર જાતીય સતામણીના ગંભીર આરોપો, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : gstv

નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં એક પ્રોફેસર પર જાતીય સતામણીના ગંભીર આરોપો લાગ્યા છે. ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ આ પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર તપાસ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેટ્સ કમિટી (ICC) ને સોંપવામાં આવી છે. આ ફરિયાદો આશરે એક મહિના પહેલા નોંધાવવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં શરૂઆતમાં એક વિદ્યાર્થીની દ્વારા ફરિયાદ કરાયા બાદ અન્ય વરિષ્ઠ વિદ્યાર્થીઓએ પણ આગળ આવીને સમાન આક્ષેપો કર્યા હતા.

App Store

ઘરમાં બોલાવીને અયોગ્ય વ્યવહાર કરવાના આક્ષેપો

ફરિયાદોમાં એવો પણ ખુલાસો થયો છે કે પ્રોફેસરે કેટલાક વિદ્યાર્થીઓને કેમ્પસ સ્થિત પોતાના નિવાસસ્થાને યોજાતી બેઠકોમાં બોલાવ્યા હતા. ત્યાં કથિત રીતે તેમણે વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય જાતીય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપો છે. આ ઉપરાંત, કેટલાક વિદ્યાર્થીઓ એવો પણ આક્ષેપ કર્યો છે કે પ્રોફેસર ક્લાસ દરમિયાન અશોભનીય અને અપમાનજનક ટિપ્પણીઓ કરતા હતા. જોકે, આ આરોપોની હજુ સુધી સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને મામલો હાલ ICC સમક્ષ પ્રોસેસમાં છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News