VIDEO: દિલ્હી કોર્ટે નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ ચાર્જશીટની નોંધ લીધી, સાક્ષીઓના નામ જાહેર થવા પર નારાજગી વ્યક્ત કરી
સોર્સ : gstv
દિલ્હીની વિશેષ કોર્ટે નીટ પેપર લીક કેસમાં 13 આરોપીઓ વિરુદ્ધ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી છે. વિશેષ કોર્ટે તપાસ એજન્સીના અંતિમ અહેવાલને સ્વીકારતા આ કેસમાં આરોપો પર દલીલો સાંભળવાની શરૂઆત કરવાની શક્યતા દર્શાવી છે...આ સુનાવણી દરમિયાન, સીબીઆઈએ કોર્ટને માહિતગાર કર્યા હતા કે કેટલાક સાક્ષીઓ સગીર હોઈ શકે છે...આ બાબતને ગંભીરતાથી લેતા કોર્ટે મીડિયા દ્વારા સાક્ષીઓના નામ અને વિગતો જાહેર કરવા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબદાર મીડિયાએ આવી બાબતોથી દૂર રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું.

