Delhi Car Blast: અધૂરો પ્લાન છોડી આતંકી ઉમરે કર્યો આત્મઘાતી હુમલો, ફરીદાબાદ મોડ્યુલ વિશે મોટા ખુલાસા

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કાર બ્લાસ્ટની તપાસ તમામ એજન્સીઓ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાર બ્લાસ્ટ એક 'ફિદાયીન' આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો. ફરીદાબાદ મોડ્યુલનો પર્દાફાશ થતાં જ તેણે આત્મઘાતી હુમલાની યોજના બનાવી.
સૂત્રોએ જણાવ્યું હતું કે બધી સંબંધિત એજન્સીઓ વિસ્ફોટ પાછળના મકસદ શોધવા તમામ પાસાઓ પર કામ કરી રહી છે. NSG અને INA તમામ શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ઘણા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ફરીદાબાદમાં બધી એજન્સીઓ એલર્ટ પર છે. જૈશ-એ-તૈયબા દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારતી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે, જેને સુરક્ષા એજન્સીઓ હળવાશથી લઈ રહી નથી.
https://x.com/ANI/status/1988117083398566229
જણાવી દઈએ કે, 10 નવેમ્બરે NCRના ફરીદાબાદ અને સહારનપુરમાં સુરક્ષા એજન્સીઓએ મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને હરિયાણા પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને આ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ કાવતરામાં મેડિકલ પ્રોફેશન્લસ અને મૌલવી સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 360 કિલો વિસ્ફોટકો, દારૂગોળો અને બે રાઇફલ મળી આવી હતી. આ બધા દેશમાં મોટો હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા.

