VIDEO: નવરાત્રિની ધમાકેદાર શરૂઆત: અભિનેત્રી મેઘના સંઘાણી ‘ઘેરદાર ઘમ્મરિયા’ ગરબા સોંગ સાથે દર્શકો સમક્ષ હાજર
સોર્સ : gstv
નવરાત્રી નજીક આવતા રાજ્યમાં મનોરંજન જગતમાં ગરબાની રમઝટ બોલાશે.... આ સંગીતમય માહોલમાં લોકપ્રિય અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી પોતાનું નવું ગુજરાતી ગરબા ગીત ઘેરદાર ઘમ્મરિયા લઈને દર્શકો સમક્ષ આવી છે.... પિક્સેલ પોપ મીડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ગીત સારેગામાના પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું છે...આ ગીતમાં પરંપરાગત ગુજરાતી ગરબાની ઊર્જા સાથે આધુનિક સંગીત અને ભવ્ય વિઝ્યુઅલ્સનો અદભુત સંગમ જોવા મળે છે. ગીતનું નિર્દેશન અને કોરિયોગ્રાફી જાણીતા કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તાએ કરી છે, જ્યારે ગાયિકા જ્હાનવી શ્રીમાંકરે પોતાના અવાજનો જાદુ પથરાવ્યો છે. કેદાર-ભારગવે સંગીત આપ્યું છે અને પાર્થ તારપરાએ સુંદર શબ્દો રચ્યા છે.... મેઘના સંઘાણીના ડાન્સ અને અભિનયે આ ગીતને વધુ આકર્ષક બનાવ્યું છે.

