VIDEO : બંગાળમાં લોકશાહીનું પર્વ, મતદાન કરવા આવેલા સૌરવ ગાંગુલીને જોવા ચાહકોની ઉમટી ભીડ
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન આજે ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે. આ લોકશાહીના પર્વમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ તેમના પરિવાર સાથે સક્રિયપણે ભાગ લીધો હતો. ગાંગુલી બેહલા પૂર્વા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા બરિશા શશીભૂષણ જનકલ્યાણ વિદ્યાપીઠના મતદાન મથક નંબર 153 પર પોતાનો મત આપવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમની પત્ની ડોના ગાંગુલી અને પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળ્યા હતા. મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે સૌને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. 'દાદા' ને જોવા માટે મતદાન કેન્દ્રની બહાર ચાહકોની ભીડ ઉમટી પડી હતી, જેમના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

